ગીર સોમનાથના ઉનામાંથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી ઝડપાઈ છે. ઉના તાલુકાના ખડા ગામેથી ખનીજ ચોરી ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડી છે. 4 ટ્રેક્ટર અને 4 ટ્રોલી સહિત આશરે 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડ્યો છે. નવા બંદર પોલીસ સ્ટેશન વિસ્તારના ઝાંખરવાડા, ખડા, સિમર બીચથી રોજ બેફામ દરિયાઈ રેતીની ચોરી થાય છે. ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા માત્ર 4 ટ્રેક્ટર પકડીને સંતોષ માન્યો છે. ઉના તાલુકા પંથકમાં તંત્રની રહેમ નજર હેઠળ બેફામ દરિયાઈ રેતીની ચોરી થઈ રહી છે.


[[$googlead]]

પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો, 60 લાખનો મુદ્દામાલ જપ્ત

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો હતો. વિભાગે ગેરકાયદે રેતી ખનન કરનારા સામે લાલ આંખ કરતા 7 ટ્રેક્ટર સહિત 60 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. ખાણ ખનીજને બાતમી મળી હતી કે ગોમા નદીમાંથી રેતી ખનન કરવામાં આવી રહ્યું હતું. વિભાગે ઘુસર અને કંકુથાંભલા ગામ પાસેથી ગેરકાયદે ખનન કરતાં લોકોને માલાસામાન સાથે ઝડપી પાડ્યા હતો. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે રેતી ખનન થવાના કિસ્સા વધ્યા છે. નદીના પટમાંથી રેતીની ચોરી કરી કોર્પોરેટ ક્ષેત્રમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

[[$alsoread]]

ઉલ્લેખનીય છે કે આ પહેલા સુરેન્દ્રનગર ઉપરાંત વડોદરામાં પણ ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. ઓરસંગ નદીના પટમાંથી ગેરકાયદે રેત ખનન કરનારા સામે ખાણ ખનીજ વિભાગ અને ડભોઈ પોલીસે સંયુકત કાર્યવાહી કરતાં 7 ટ્રક, 1 જેસીબી સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


  • Follow us on: