ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં વિવાદિત વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. વેરાવળમાં સ્થાનિકે કોમી વાતાવરણ ડહોળાય તેવો વીડિયો વાયરલ કર્યો છે. આ વીડિયો બાબતે જિલ્લા ભાજપ કારોબારી સભ્ય રાકેશ દેવાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાકેશ દેવાણીએ દિપક કક્કડ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.


[[$googlead]]

વીડિયોમાં ભાજપ વિશે આપત્તિજનક ઉચ્ચારણ

દિપક કક્કડે કોમી વાતાવરણ ડહોળાય તેવો વીડિયો ફેસબુકમાં અપલોડ કર્યુ હતું. આ વીડિયોમાં ભાજપ વિશે આપત્તિજનક ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. દિપક કક્કડે વીડિયોમાં ભાજપ બક્ષીપંચ મોરચાના કાર્યકર વિરુદ્ધ બફાટ કરી મકાન વિધર્મીને વેચાણ કર્યુ હોવાનું કહી વાણીવિલાસ કર્યો કર્યો હતો. ત્યારે મુસ્લિમ સમુદાય દ્વારા પણ કાર્યવાહી કરવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

[[$alsoread]]

પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

વેરાવળ શહેરમાં છેલ્લા 10 વર્ષની કોઈ કોમીનલ ઘટના બની નથી. ત્યારે કોમી વાતાવરણ ડહોળાય તેવો વીડિયો વાયરલ થતા શહેરમાં ખળભળાટ મચી ગઈ છે. ઉલ્લેખનીય છેકે, આ મકાનનું કોરોનાકાળમાં વેચાણ કરવામાં આવ્યું છે. જ્યારે આ મકાનનું વેચાણ કરવામાં આવ્યું હતું ત્યારે કોઈને કોઈ વાંધો ન હતો. અચાનાક 3 વર્ષ બાદ બધા વિરોધ કરી રહ્યા છે. તેવું ભાજપના કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.


  • Follow us on: