રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે. ગીર સોમનાથમાં ધીમેધારે વરસાદની શરૂઆત થઈ છે. વેરાવળ અને સોમનાથ પંથકમાં શરૂઆત થઈ છે. તેમજ આસપાસના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે દિવસથી વેરાવળમાં વરસાદની વાતાવરણ બંધાતું હતું પરંતુ વરસાદ વરસતો ન હતો. ત્યારે આજે વરસાદ વરસતા લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે. વેરાવણ પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.


[[$googlead]]
  • Follow us on: