રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે મેઘરાજાએ સૌરાષ્ટ્રને ધમરોળ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગીર સોમનાથ પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી સુત્રાપાડા, વેરાવળ સહિતના તાલુકાઓમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. તેમજ ઉનામાં પણ ધીમીધારે વરસાદ શરૂ વરસ્યો છે. કોડીનારમાં 2 કલાકમાં ધોધમારા 1 ઇંચ વરસાદ ખાબક્યો છે.


[[$googlead]]

ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા

જિલ્લમાં ભારે વરસાદના પગલે શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે. શિંગોડા ડેમ ઓવરફ્લો થતા ડેમના 3 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે. તેમજ કમલેશ્વર, હિરણ, મછુંદ્રી ડેમ પણ ઓવરફ્લો થયા છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે તમામ જળાશયો અને નદી નાળાઓ છલકાયા છે.

[[$alsoread]]


  • Follow us on: