રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરી હતી. જેને લઈને અનેક જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથ જિલ્લામાં અનેક જગ્યા પર સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે ગીર સોમનાથમાં સૌથી વધારે વેરાવળમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ સુત્રાપાડામાં 3 ઇંચ અને તાલાલામાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.


[[$googlead]]

અનેક જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો

સાથે જ હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીર ગઢડા અને કોડીનારમાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રમાં પોરબંદર , રાજકોટ , જુનાગઢ અને દેવભૂમિ દ્વારકા સહિત અનેક જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. અને આ સાથે જ હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને એલર્ટ પણ આપવામાં આવ્યા હતા. 

[[$alsoread]]

  • Follow us on: