દ્વારકાના જામખંભાળિયામાં એક તરફી પ્રેમમાં યુવતી પર હુમલો કરવામાં આવ્યો છે, સંજય નગરમાં રહેતા વિશાલ પારીયાએ હુમલો કર્યો છે જેમાં યુવતીને હાથ, પગ, છાતીના ભાગે છરીના ઘા ઝીંકવામાં આવ્યા છે, ગંભીર રીતે ઘાયલ યુવતીને 55 ટાંકા આવ્યા છે આ હુમલા અંગે પોલીસે વધુ તપાસ હાથધરી છે. બનાવ બનતાની સાથે પોલીસનો કાફળો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.


[[$googlead]]

યુવકે અગાઉ પણ યુવતીને મારી નાખવાની ધમકી આપી હતી

ખંભાળિયામાં રહેતી ૨૨ વર્ષની એક યુવતીને અહીંના સંજયનગર વિસ્તારમાં રહેતો વિશાલ સોમાભાઈ પારીયા નામનો શખ્સ આશરે એકાદ વર્ષથી પીછો કરતો હતો અને વિશાલ દ્વારા આ યુવતી ને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવાનું દબાણ કરી, ધમકી આપવામાં આવતી હતી. આટલું જ નહીં, અવારનવાર વિશાલ દ્વારા યુવતીને જો તેણી પોતાની સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારવામાં આવતી હતી. 

[[$alsoread]]

  • Follow us on: