ગોંડના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની દબંગાઈના વિરોધમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બાઇક રેલીનું યોજવામાં આવી છે. ધોરાજીથી ગોંડલ સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ અનુસૂચિત જાતિ સમાજે ગણેશ જાડેજાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત ગોંડલમાં આજે અનુસૂચિત સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે. અનુસૂચિત જાતિના યુવકને માર મારવાને લઇ સમાજમાં રોષ ફેલાયો છે. ગણેશ જાડેજાના અત્યાચારનો અનેક લોકો ભોગ બન્યા છે. જેમાં ગણેશ જાડેજા ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર છે.


[[$googlead]]

જૂનાગઢમાં ગણેશ જાડેજા સહિત સાગરીતોની પૂછપરછ કરવામાં આવશે. જેમાં જેલમાં જ આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. પોલીસે ઘટના સમયે પહેરેલા કપડાં, મોબાઈલ મંગાવ્યા છે. યુવાનનો વીડિયો ઉતાર્યો હોવાનો ગણેશ ઇનકાર કરતો હતો. તેથી પોલીસે મોબાઈલ કબજે કરી FSLમાં તપાસ માટે મોકલ્યો છે.

ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના અન્ય સાગરીતો દ્વારા સામાન્ય બાબતે બોલાચાલી અને મારપીટ થયા બાદ યુવકનું અપરણ કરીને ઢોર માર મારવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે મુખ્ય આરોપી તરીકે ગોંડલના ધારાસભ્યનો પુત્ર ગણેશ જાડેજા અને અન્ય 8 થી 10 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં જુનાગઢ પોલીસે મુખ્ય આરોપી ગણેશ જાડેજાની અટકાયત કરી હતી.

[[$alsoread]]

  • Follow us on: