રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટ દ્વારા તાત્કાલિક સુનાવણી હાથ ધરવામાં આવી છે. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. વકીલ એસોસિએશન દ્વારા મનપા કમિશનરને જવાબદાર ગણી સસ્પેન્ડ કરવા માંગ કરી છે. વધુમાં વકીલ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું કે, ઉચ્ચ અધિકારીઓ ઘરે બેસે તો જવાબદારીનું ભાન થશે અને આદેશ કરતા પહેલા પીડિતોને ધ્યાનમાં લેજો. સુનાવણી દરમિયાન સમગ્ર મામલે હાઈકોર્ટ દ્વારા સરકારને સવાલો કરતા કહ્યું કે, આટલી મોટી ઘટનામાં મનપા કમિશનર હજુ સુધી કેમ ચુપ છે અને કોર્ટ માની ન શકે કે કમિશનર જવાબદાર નથી. હાઈકોર્ટમાં મનપા કમિશનરને બચાવવા સરકાર દ્વારા પ્રયાસ કરતા વારંવાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હોવાનું જ રટણ કરવામાં આવ્યું હતું.


[[$googlead]]


  • Follow us on:

[[$alsoread]]