VNSGUની UG પ્રવેશ પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ સામે આવી હોવાનો આક્ષેપ લગાવ્યો છે.GCAS પોર્ટલ દ્વારા પ્રવેશ પક્રિયાાં લોકો હેરાન થઈ રહ્યા છે તેવી વાત સાથે સુરતના વરાછાના ધારાસભ્યએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો. હાલમાં જ ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ આવ્યુ હતુ, વિધાર્થીઓને આગળના અભ્યાસ માટે એડમિશન મેળવવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા નિયત સમય મર્યાદામાં કરવાની હોય છે. જેના માટે વિદ્યાર્થીઓને જાતિનું પ્રમાણ પ્રમાણપત્ર તેમજ આવકના દાખલાની જરૂરિયાત ઉભી થતી હોય છે. પરંતુ હાલમાં સેન્ટરો પર ખૂબ મોટી સંખ્યામાં લોકો રાત્રે 2 વાગ્યાથી દાખલા કઢાવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેતા હોવાનો આક્ષેપ લાગ્યો હતો.


[[$googlead]]

ત્યારે GCAS પોર્ટલ મામલે હવે સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસાર કરવામાં આવેલા અહેવાલ બાદ હવે સરકાર હરકતમાં આવી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. જેને લઈને હવે મંત્રી ઋષિકેશ પટેલનું એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, GCAS પોર્ટલ મામલે જે કોઈ પણ ક્ષતિ હશે તે દૂર કરવામાં આવશે. અને વિદ્યાર્થીઓને પડતી અગવડ અંગે અમને જાણ થઈ છે અને તેને બને તેટલું જલ્દી દૂર કરવામાં આવશે.


[[$alsoread]]

  • Follow us on: