મોરબીમાં હિમાલય થર્મો પ્લાસ્ટ નામની ફેક્ટરીમાં GST વિભાગે ચેકીંગ હાથ ધર્યુ છે. રાજપર રોડ પર આવેલી ફેક્ટરીમાં સવારથી GST વિભાગની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. પ્લાસ્ટીકનો ઘરેલું વસ્તુઓ બનાવતી ફેક્ટરીમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે હજુ સુધી તપાસમાં શું સામે આવ્યું તેની વિગતો પ્રાપ્ત થઈ નથી.


[[$googlead]]

5 એપ્રિલે અમદાવાદના તમાકુના વેપારીઓ પર GSTના દરોડા પડ્યા હતા

ઉલ્લેખનીય છે કે 5 એપ્રિલે અમદાવાદમાં GST વિભાગે સપાટો બોલાવ્યો હતો. GST વિભાગના દરોડા પડવાના કારણે ઘણા ગેરરીતિ આચરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. શહેરના તમાકુના વેપારીઓ પર GSTના દરોડા પાડવામાં આવ્યા હતા. પાન મસાલા અને તમાકુના 8 વેપારીઓના 20 અલગ અલગ સ્થળ પર GST વિભાગે દરોડા પાડ્યા હતા અને આ દરોડા દરમિયાન કરોડો રૂપિયાની કરચોરી પકડાઈ હતી. તમને જણાવી દઈએ કે હોલસેલ વેપારી સહિત છૂટક વેપારીઓના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને GST વિભાગની રેડ દરમિયાન 5 કરોડ રૂપિયાની કરચોરી ઝડપાઈ હતી. GST વિભાગની ટીમે મેન્યુફેક્ચરિંગ યુનિટ, ગોડાઉન, ડિસ્ટ્રિબ્યુટર્સ અને છૂટક વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. રાજ્યના અમદાવાદ, વાપી, વલસાડ, ડીસા, હિંમતનગર અને સતલાસણામાં GSTની ટીમોએ દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન બિનહિસાબી રોકડ વ્યવહારો, બિનહિસાબી વેચાણ, બિનહિસાબી સ્ટોક સહિતની ગેરરીતિઓ સામે આવી હતી.

[[$alsoread]]


  • Follow us on: