રાજ્યમાં ઠેરઠેર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ સમયે ભાવનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. અહીંના ગારિયાધારમાં વરસાદી સ્થિતિ જોવા મળી રહી છે. ગારિયાધારના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અહીં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ છે. સતત વરસાદના કારણે લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. રાજ્યમાં અનેક જગ્યાઓએ વરસાદી માહોલ છે ત્યારે જાણો રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં 25 તાલુકાઓમાં વરસાદ
ખંભાળિયામાં 9.5 ઈંચ, પોરબંદરમાં 2.5 ઈંચ, ભાણવડમાં 2 ઈંચ, રાણાવાવમાં 2 ઈંચ, નખત્રાણામાં 1.5 ઈંચ, ધારીયાધારમાં 1 ઈંચ, દ્વારકામાં 1 ઈંચ, ધરમપુર, લીલીયામાં અડધો ઈંચ, માંગરોળ, પાલીતાણા, બાબરામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે જ આવનારા 7 દિવસ સુધી પણ વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા ઘણાં દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રમાં સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો. દેવભૂમિ દ્વારકા અને ખંભાળિયામાં છ કલાકમાં સાડા નવ ઈંચ વરસાદ ખાબક્યો હતો. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં 10 જિલ્લામાં વરસાદ પડ્યો છે.









