ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે પ્રચારકો જાહેર કર્યા છે જેમાં CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો સમાવેશ થાય છે સાથે સાથે નીતિન પટેલ, મનસુખ માંડવીયાનો પ્રચારકોમાં સમાવેશ કરવામાં આવ્યો છે,સાંસદ પરષોત્તમ રૂપાલા સહિત 20 નેતાઓનો સ્ટાર પ્રચારકોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
જાણો કોનો-કોનો સ્ટાર પ્રચારકમાં સમાવેશ કરાયો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે સ્ટાર પ્રચારકોનો સમાવેશ કર્યો છે જેમા રત્નાકર, રજની પટેલ, ભૂપેન્દ્ર ચુડાસમા,બ્રિજેશ મેરજા, શબ્દશરણ તડવી,બળવતસિંહ રાજપુત, પ્રશાંત કોરાટ,ગૌતમ ગેડીયા, મયંક નાયક, દિપીકા સરડવા,સીમા મોહિલે, ઉદય કાનગડ, લવિંગજી ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે.કુલ 20 નેતાઓના નામ સ્ટાર પ્રચારકોમાં છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે પ્રચારકો જાહેર કર્યા
ગુજરાત કોંગ્રેસે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચારકો જાહેર કર્યા છે જેમાં સહપ્રભારીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કરશે પ્રચાર સાથે સાથે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અને ધારાસભ્યનો સમાવેશ થાય છે,અમિત ચાવડા, જગદીશ ઠાકોર, ભરત સોલંકી,શૈલેષ પરમાર, સુખરામ રાઠવા, પરેશ ધાનાણીનો સ્ટાર પ્રચારક તરીકે સમાવેશ કરાયો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં 215 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો થયો બિનહરીફ વિજય
4 નગરપાલિકામાં બહુમતી કરતાં વધારે બેઠકો પર ભાજપની બિનહરીફ જીત થઈ છે,68 નગરપાલિકાની 196 બેઠકો,જૂનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો,તાલુકા પંચાયત અને પેટા ચૂંટણીની 10 બેઠકો પર ભાજપની જીત થઈ છે.









