દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ પૂરજોશમાં તૈયારીમાં લાગ્યું છે. ત્યારે દિલ્હી ઈલેક્શનમાં ગુજરાત ભાજપના નેતાને જવાબદારી પાર્ટી તરફથી સોંપવામાં આવી છે. ગુજરાતના કેટલાક નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરને જવાબદારી સોંપવામાં આવી છે.


[[$googlead]]

ગુજરાત ભાજપના નેતાઓને દિલ્હી ઈલેક્શનની જવાબદારી સોંપાઈ

રાજ્યસભાના સાંસદ મયંક નાયકને પણ જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે પોરબંદરના સાંસદ મનસુખ માંડવીયાને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તમને જણાવી દઈે કે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ મહત્વપૂર્ણ સંગઠનલક્ષી કામગીરી સોંપવામાં આવી છે. આ જવાબદારીઓ અંગે દિલ્હીથી જ નેતાઓને જાણ કરવામાં આવી છે.

[[$alsoread]]

CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ચૂંટણીમાં પ્રચાર કરશે

દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ હાલમાં તૈયારીઓમાં લાગેલું છે. CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ચૂંટણીમાં પ્રચાર કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં રોડ શો કરશે. ત્યારે ઉમેદવારોના નામ ફાઈનલ કરવા 24મી ડિસેમ્બરે બેઠક થશે. ભાજપ હેડક્વાર્ટર ખાતે CECની બેઠક યોજાશે, જેમાં ઉમેદવારોના નામને લઈને ચર્ચા કરવામાં આવશે. ત્યારે તમામ રાજ્યના CM, કેન્દ્રીય નેતા ચૂંટણી પ્રચાર કરશે. યુપીના CM યોગી આદિત્યનાથ પણ દિલ્હીમાં પ્રચાર કરશે.


  • Follow us on: