રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ TRP ગેમ ઝોનના અગ્નિકાંડમાં 27થી વધુ લોકોના મોત નિપજ્યાં હતા. આ મામલે તાત્કાલિક સુનાવણી હાથ ધરવામાં આવતા ગુજરાત હાઈકોર્ટ આકરા પાણીએ જોવા મળી હતી. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટે રાજકોટ મનપા કમિશનરને નોટિસ ફટકારી છે. ગુજરાત હાઈકોર્ટે વ્યક્તિગત રાજકોટ મનપાને નોટિસ ફટકારતા સવાલો કર્યા કે, તમને શા માટે જવાબદાર ન ગણવા જોઈએ, અગ્નિકાંડ મામલે રાજકોટ મનપા કમિશન બચાવ માટે કોર્ટમાં જવાબ આપો, રાજકોટ મનપા આ મામલે શું કહેવા માગે છે તે પણ જણાવો. હાઈકોર્ટ દ્વારા સવાલ કરતા કહ્યું કે, ફાયર સેફ્ટી વિના સરકારને પણ કોર્ટ દ્વારા ચલાવી લેવામાં નહીં આવે, ફાયર સેફ્ટીનું ધ્યાન કેમ રાખવામાં આવ્યું ન હતું?

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








