ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ આવ્યો છે. જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદ વરસતા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસતા નદી અને ડેમોમાં નવા નીરની આવક થઈ છે. તેમાં સૌથી વધુ વરસાદ વિસાવદરમાં સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. ગાંધીધામમાં 4 ઇંચ અને દાંતામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ સરસ્વતીમાં 2.5 ઇંચ, ખેડમાં સવા 2 ઇંચ અને જામજોધપુર અને ડોલવણમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે.


[[$googlead]]

આ ઉપરાંત દિયોદર અને સિધ્ધપુરમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે. ડેસર અને માંડવીમાં પણ 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ વાંસદા અને નેત્રંગમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. અંજાર અને પાટણાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. ખંભાળિયામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ રાજ્યના વિવિધ તાલુકમાં ભારે અને ધીમીધારે વરસાદ વરસ્યો હતો.  

[[$alsoread]]
  • Follow us on: