ગુજરાતમાં મેઘરાજાની જમાવટ થઇ છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં ભાવનગરના મહુવામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ધ્રોવમાં 2.5 ઇંચ અને ઉમરગામમાં 2.25 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ કામરેજમાં 2 ઇંચ, વાગરામાં 2 ઇંચ, આણંદમાં 2 ઇંચ, માળીયા હાટીમાં 2 ઇંચ, મેંદરડામાં 2 ઇંચ અને બોરસદમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. વડોદરા અને ટંકારામાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગોધરા, રાજકોટ અને જલાલપોરમાં દોઢ ઇંચ વરસાદ આવ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં આજે ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના ભરૂચ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દમણસ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.









