રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. દ્વારકા અને પોરબંદર જિલ્લામાં જાણે આભ ફાટ્યું હોય તેમ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં દ્વારકાના કલ્યાણપુરમાં બે કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જો કલ્યાણપુરમાં આખા દિવસની વાત કરવામાં આવે તો 24 કલાકમાં 10 ઇંચથી વઘુ વરસાદ ખાબક્યો છે. જ્યારે પોરબંદરમાં રાત્રે પોણા 12 ઇંચ વરસાદ ખાબક્યો છે.


[[$googlead]]

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ

[[$alsoread]]

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, ત્યારે રાણાવાવમાં 8 ઇંચ, વેરાવળમાં 7 ઇંચ, સુત્રાપાડામાં 7 ઇંચ, વંથલીમાં 7 ઇંચ, કેશોદમાં 6 ઇંચ, માણાવદરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. જામજોધપુરમાં 6 ઇંચ, કુતિયાણા 6 ઇંચ, ઉપલેટામાં 5 ઇંચ, ધોરાજીમાં 4 ઇંચ, માળીયા હાટીના અને વિસાવદરમાં 4-4 ઇંચ વરસાદ પડ્યો છે. તો કાલાવડમાં 3.5 ઇંચ, માંગરોળમાં 3.5 ઇંચ, ખાંભા અને જુનાગઢમાં 3-3 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ વડિયા અને તાલાલામાં 3-3 ઇંચ, મેંદરડા, વલસાડ અને ભાણવડમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે.

  • Follow us on: