રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. જેમાં આવતીકાલથી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. વરસાદ અંગે હવામાન વિભાગે વિવિધ એલર્ટ જાહેર કર્યા છે. તેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અરવલ્લી, મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી સાથે દાહોદ, પંચમહાલ તથા છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં અતિભારે વરસાદની આગાહી છે. જેમાં સુરત, તાપી, નવસારી તથા ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, પાટણ તથા મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા તથા સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે . મોરબી, રાજકોટ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. વરસાદ અંગે હવામાન વિભાગે વિવિધ અલર્ટ જાહેર કર્યા છે.









