હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં આજે ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના ભરૂચ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દમણસ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.


[[$googlead]]

અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આણંદ, પંચમહાલ, દાહોદમાં મધ્યમ વરસાદી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત મહીસાગર, વડોદરા, છોટાઉદપુર, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને પોરબંદરમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

[[$alsoread]]
  • Follow us on: