દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં અગન વર્ષા થઇ રહી છે. હિટવેવને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવે વરસાદ ક્યારે આવશે તેની રાહ જોઇને બેઠા છે. તે વચ્ચે રાહતના સમાચાર એ મળ્યા છે કે દેશમાં કેરળ અને પૂર્વોત્તરમાં ચોમાસાનું આગમન થયું છે. હવામાન વિભાગે 31મેના રોજ કેરળમાં ચોમાસાના આગમનને લઇને આગાહી કરી હતી. પરંતુ એક દિવસ પહેલા જ કેરળમાં ચોમાસુ પ્રવેશ્યું છે.


[[$googlead]]

હવામાન વિભાગ દ્વારા લક્ષદ્વીપ, અરુણાચલ અને કેરળમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 15થી 20 જૂન વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ શકે છે. ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત ગુજરાતમાં 106 ટકા વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.


[[$alsoread]]

  • Follow us on: