ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે રાજ્યમાં મેઘરાજાએ ઘમાલ મચાવી છે. રાજ્યમાં વરસાદ અંગે રાહત કમિશનર આલોક પાંડેએ નિવેદન આપ્યું છે. રાહત કમિશનરે જણાવ્યું કે, રાજ્યમાં 31 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 63 લોકોના મોત થયા છે. તેમજ રાજ્યમાં 323 પશુઓ મોતને ભેટ્યા છે.
રાજ્યમાં નદી-નાળા અને ડેમોમાં નવા નીરની આવક
રાજ્યમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ગઈકાલની સ્થિતિએ વરસાદનું જોર ઘટ્યું છે. હાલ રાજ્યમાં NDRFની 15 ટીમો ડિપ્લોઈડ કરવામાં આવી છે. સરદાર સરોવર ડેમ 55 ટકા ભરાયો છે. તેમજ રાજ્યમાં 260 ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે.









