હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 8 જિલ્લામા આગામી ત્રણ કલાક વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં વરાસદનું રેડ એલર્ટ અપાયું છે. તેમજ સુરેન્દ્રનગર, ખેડા. આણંદ, દીવ, પંતમહાલ, અમરેલી અને ગીર સોમાનથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા 23 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં આજે અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં 23 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દાહોદ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, જુનાગઢ, પોરબંદર, બનાસકાંઠા, ભરૂચ, સાબરકાંઠા , સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.









