હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં નર્મદા ,ભરૂચ ,સુરત ,ડાંગ ,નવસારી અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટ ,પોરબંદર ,જુનાગઢ ,અમરેલી ,ભાવનગર અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આણંદ, વડોદરા, દીવ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો ત્યાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહીને લઈને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.









