હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. ત્યારે આ સાર્વત્રિક વરસાદને લઈને હવામાન વિભાગે વિવિધ એલર્ટ પણ જાહેર કર્યા છે. જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા ,સાબરકાંઠા ,અરવલ્લી ,દાહોદ ,મહીસાગર અને પંચમહાલમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


[[$googlead]]

છોટાઉદેપુર ,ભરૂચ ,નર્મદા ,સુરત ,તાપી ,નવસારી ,ડાંગ અને વલસાડમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, રાજકોટ અને અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા અને ખેડામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.


[[$alsoread]]

  • Follow us on: