ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેમાં રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી છે. તેમાં સાયકલોનીક સર્ક્યુલેશન અને ઓફસ્યોર ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ આણંદ, વડોગરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.


[[$googlead]]

રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ માટે વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે.

[[$alsoread]]

આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી

આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની શક્યતા વ્ચક્ત કરાઈ છે. તેમજ આજે આણંદ, વડોદરામાં પણ અતિભારે વરસાદની શક્યતા છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને બોટાદમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

  • Follow us on: