આજથી રાજ્યમાં પ્રિ-મોન્સુન વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં ચોમાસાના સપ્તાહ પહેલા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજથી 11 જૂન સુધી વરસાદની આગાહી છે. તેમાં પ્રિ-મોન્સૂનના વરસાદ બાદ ચોમાસાનું આગમન થશે. તેમજ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે.
આજે દાહોદ ,છોટા ઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી છે. તેમજ 8 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ તથા દાહોદ, વડોદરા, નર્મદા તેમજ છોટાઉદપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં આગાહી છે. તેમજ 9 અને 10 જૂને રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં વરસાદની આગાહી છે. તથા ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સાબરકાંઠા તથા મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદમાં વરસાદની આગાહી કરાઇ છે.
9 જૂનથી 11 જૂન મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 2 ડિગ્રી તાપમાન ઘટ્યું છે. તેમજ રાજ્યના 4 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી ઉપર નોંધાયું છે. તેમજ સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી નોંધાયુ છે. તેમજ અમદાવાદ 41.7 ડિગ્રી, ગાંધીનગર 41.5 ડિગ્રી , રાજકોટ 41.4 ડિગ્રી તથા ડીસા 39.7 ડિગ્રી, વડોદરા 39.2 ડિગ્રી,કંડલા 39.4 ડિગ્રી તાપમાન છે.









