રાજ્યમાં વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અનેક વિસ્તારમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. રાજ્યમાં આજે સવારે બે કલાકમાં 35 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ નર્મદાના ગરૂડેશ્વરમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ સુરતના ઉમરપાડમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો તિલકવાડામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.


[[$googlead]]

રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય

દક્ષિણ ગુજરાત સિવાયના ઝોનમાં વરસાદની અછત વર્તાઇ રહી છે. જો કે હવે એવી ત્રણ સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે હવામાન વિભાગે રાજ્યમાં સારા સાર્વત્રિક વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આજે દક્ષિણ ગુજરાતના છ જિલ્લા ભરૂચ, સુરત, ડાંગ,તાપી,નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રના છ જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે.

[[$alsoread]]

  • Follow us on: