રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. આજે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 13 જૂન સુધી વરસાદની આગાહી કરાઈ છે. તેમજ પવનની ગતિ 40 કિમી પ્રતિકલાકની રહેશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત ગુજરાતના વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.


[[$googlead]]

10 જુને દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી રહેશે. તો 11 જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.


[[$alsoread]]

  • Follow us on: