ગુજરાતના ખેડૂતો માટે રાજ્યના કૃષિમંત્રી દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવશે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ પાક નુકસાની અંગે પેકેજની જાહેરાત કરશે. કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા રૂપિયા 350 કરોડના પેકેજની જાહેરાત કરશે. આ આહત પેકેજમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થશે. વિધાનસભાના નિયમ 44 અંતર્ગત પેકેજની જાહેરાત કરવામાં આવશે.
કૃષિમંત્રી રૂ. 350 કરોડના પેકેજની કરશે જાહેરાત
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જે અતિવૃષ્ટિ થઈ છે. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે. આ નુકસાનીના સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા સર્વે કરાવવામાં આવ્યો હતો. આ સર્વેના આધારે રાજ્ય સરકાર આજે વિધાનસભા ગૃહમાં નિયમ 44 અંતર્ગત કૃષિ સહાય પેકેજ જાહેર કરશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે લગભગ રૂપિયા 350 કરોડનું પેકેજ આજે સરકાર જાહેર કરશે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો થશે સમાવેશ
આ પેકેજમાં રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી કેટલીક સહાયની જોગવાઈ કરશે. દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકોમાં નુકસાની જોવા મળી રહી છે. તેમાં પણ સહાય આપવામાં આવશે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મગફળી ઉપરાંત ખેતી પાકોને થયેલ નુકસાન સહિત જમીન ધોવાણ નુકસાનના સંદર્ભમાં પણ આ સહાય આવરી લેવામાં આવશે.









