ગુજરાત વિધાનસભા ચોમાસું સત્રનો આજે બીજો દિવસ છે. જે દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્ત્વના બિલ રજૂ કરવામાં આવ્યા હતું. નશાબંધી સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત નશાબંધી સુધારા બિલ ગૃહમાં બહુમતિથી બિલ પસાર થયું છે. નશાબંધી સુધારા વિધેયક પર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દારૂ અને અન્ય નશીલા દ્રવ્યોની હેરાફેરીમાં પકડાયેલા વાહનોની હરાજી કરવામાં આવશે, જે DySP દ્વારા કરવામાં આવશે.


[[$googlead]]

વાહનો પકડાય તો હરાજી થશે જે DYSP કરશે

હર્ષ સંઘવીએ કહ્યું કે, નશીલા દ્રવ્યોની હેરાફેરીમાં ઝડપાયેલા વાહનોની હરાજીથી જે રૂપિયા મળશે તે સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવશે. આરોપી નિર્દોષ સાબિત થશે તો 5 ટકા વ્યાજ સાથે નાણાં પરત કરવામાં આવશે. નશીલા દ્રવ્યોની હેરાફેરીમાં ઝડપાયેલા વાહનોના વેચાણ બાદ તેની નંબર પ્લેટ બદલવા અંગે વિચારણા કરવામાં આવી રહીં છે. રાજ્યમાં 2004થી 2014 કરતાં 2014થી 2024 વચ્ચે વધુ ડ્રગ્સ પકડાયું છે. ડ્રગ્સ એ દુનિયાનું સામાજિક દુષણ છે.

[[$alsoread]]

વાહનોની હરાજીથી જે રૂપિયા મળશે તે નાગરિકો માટે વપરાશે

વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, બુટલેગરો દ્વારા બે નંબરથી આ આવક ઉભી કરી હોય અને આ પ્રકારની મોંઘી ગાડીઓ તેમજ વાહનો પાપ્ત કર્યા હોય તેનું વેચાણ કરીને રાજ્યના નાગરિકોને મદદ કઈ રીતે પહોંચે તે દિશામાં સરકાર દ્વારા આ ઐતિહાસિક સુધારો કરવામાં આવ્યો છે. આ ઐતિહાસિક સુધારા પર આજે અનેક ધારાસભ્યોએ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા છે. આ અભિપ્રાયોમાંથી લાગૂ પડતા અભિપ્રાયો આગામી દિવસોમાં નિયમ બનાવતી વખતે તેના પર ધ્યાન આપવામાં આવશે.


  • Follow us on: