ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.વેરાવળ અને સોમનાથ પંથકમાં જામ્યો છે વરસાદી માહોલ,એકધારા વરસાદથી ખેડૂતોને રાહત મળી છે અને પાકને જીવતદાન મળ્યું છે.આજે જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે.ગીર સોમનાથના તાલાલા- વેરાવળના કેટલાક ગામોમાં વરસાદ પડ્યો છે. વેરાવળના માથાસુરીયા, લુંભા અને કોડીધ્રા ગામે વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીપાણી થતા રસ્તા પરથી પાણીની નદીઓ વહેતી થઈ છે.ઉના તાલુકામાં પણ મેઘરાજાનું આગમન થયુ છે. વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. કાચા સોના સમાન વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








