PM નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે પધારશે અને પોતાના વતનમાં વિવિધ કાર્યક્રમો કરે એવી શક્યતાઓ છે. PM નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ 17 સપ્ટેમ્બરના રોજ છે અને આ ખાસ દિવસે PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. PM ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે અને 17 સપ્ટેમ્બરનાં રોજ સવારે 9 કલાકે ભુવનેશ્વર જવા રવાના થશે.
PM નરેન્દ્ર મોદી 15 તારીખે બપોર બાદ ગુજરાત આવશે અને અમદાવાદ એરપોર્ટથી 4.30 કલાકે સીધા વડસર એરફોર્સ સ્ટેશન જશે. ત્યાર બાદ વડસર સ્ટેશન ખાતે તૈયાર થયેલ નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે અને પીએમ મોદી સાંજે 6 વાગે રાજ ભવન આવશે. રાત્રે રાજ ભવન ખાતે અલગ-અલગ બેઠકોનું આયોજન થાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. 16 સપ્ટેમ્બરે સવારે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. સવારે 10:00 વાગ્યે ચોથી ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનો પ્રારંભ કરાવશે અને 12:00 કલાકે રાજ ભવન પરત આવશે.
1.30 કલાકે ગાંધીનગરનાં સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે અને ગિફ્ટ સિટી સુધી ટ્રાવેલ કરશે અને 3.30 કલાકે જીએમડીસી ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. 17 સપ્ટેમ્બરે સવારે 9 કલાકે ભુવનેશ્વર જવા રવાના થશે









