રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી છે. તેને લઈને સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આ સાર્વત્રિક વરસાદને કારણે અનેક જગ્યા પર વરસાદી પાણી ભરાય ગયા છે. જેમાં કીમ ગામમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હોવાની માહિતી મળી રહી છે. સાથે જ રેલ્વે ઓવરબ્રિજના સર્વિસ રોડ પાસે પણ પાણી ભરાય ગયા છે. સાથે જ અમૃતનગરમાં પણ વરસાદી પાણી ભરાય ગયા છે.
સુરત જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય ગયા છે. જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો યાદી રહ્યો છે. આ સાથે જ 6 મહિના પહેલા જ ગટર લાઈનનું કામ કરવામાં આવ્યું હતું. જેમાં યોગ્ય પ્રકારે કામગીરી નાં થઈ હોવાના કારણે પાણી ભરાય હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા વાહનો પણ ખોટવાયા છે.









