ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને અગાઉ કરાયેલી શાળા પસંદગીની ફાળવણી રદ કરવામાં આવી છે. અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને લાભ આપવા માટે ફરીવાર શાળા પસંદગી કરાશે.
9 જૂન સુધીમાં પુનઃશાળા પસંદગી થશે
ગુજરાતમાં ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને અગાઉ કરાયેલી શાળા પસંદગી-ફાળવણી રદ કરાઇ છે. રકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં 9 જૂનથી પુનઃશાળા પસંદગી થશે. જેનાથી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને લાભ થશે. 9 જૂન સુધીમાં પુનઃશાળા પસંદગી થશે.









