રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે વધુ એક હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યભરમાં આગામી 20 જૂનથી મગની ખરીદી શરૂ કરવામાં આવશે. રાજ્યના અલગ-અલગ જિલ્લામાં 45 કેન્દ્ર પરથી ઉનાળું મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. તેમજ રાજ્યના ખેડૂતો પાસેથી રૂપિયા 108 કરોડના મગના જથ્થાની ખરીદી કરવામાં આવશે. રાજ્યમાં 12633 મેટ્રિક ટન મગની ખરીદી કરાશે. રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 8558 પતિ ક્વિન્ટલના ભાવે ઉનાળુ મગની ખરીદવામાં આવશે. કૃષિમંત્રી દ્વારા ખેડૂતોને ખરીદીનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ટેકાના ભાવે મગના વેચાણ માટે ખેડૂતો 14 જૂન સુધી નોંધણી કરાવી શકશે. જે કામગીરી મોટાભાગે પૂર્ણ થઈ ગઈ છે.









