હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે અમરેલીમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. જેમાં અમરેલીના જાફરાબાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી જાફરાબાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
અમરેલીના જાફરાબાદમાં ધોધમાર વરસાદને કારણે બજારોમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. અમરેલીમાં ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રાજ્યો હતો. વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે વિરામ બાદ વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશીની આગની જોવા મળી હતી.









