હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી આપવામાં આવી છે, રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
જાણો કયાં અપાઈ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો દાહોદ,છોટાઉદેપુર,નર્મદા, તાપી,ડાંગ,સુરત,નવસારી, વલસાડ,દમણ,દાદરાનગર હવેલી, રાજકોટ,અમરેલી,ભાવનગર, ગીર સોમનાથ,બોટાદ, જૂનાગઢ,પોરબંદરમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમથી દક્ષિણના પવન ફૂંકાતા વરસાદ રહેશે અને રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર નહીં થાય, અમદાવાદમાં તાપમાન 41.0 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે.









