જૂનાગઢમાં લગ્ન સમયે જ વાડીની બાજુમાં સિંહની લટાર જોવા મળી છે, એક તરફ હસ્ત મેળાપ અને બીજી તરફ સિંહની લટારથી સૌ કોઈ સ્તબધ થઈ ગયા હતા, તો લગ્ન મંડપની બાજુમાં જ 3 સિંહનો વીડિયો વાયરલ થયો હતો જેમાં લગ્નમાં આવેલા મહેમાનોએ સિંહનો આ વીડિયો મોબાઈલમાં કેદ કર્યો હતો.


[[$googlead]]

એક તરફ હસ્ત મેળાપ અને બીજી તરફ જંગલનો રાજા સિંહ

જૂનાગઢમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં સિંહના આંટાફેટા વધારે જોવા મળે છે, જંગલ વિસ્તાર છોડીને સિંહ મારણ કરવા માટે શહેર તરફ આવતા હોય છે તો કયારેક ગામની શેરીમાં પણ આવતા હોય છે, ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં લગ્નમાં હાજરી આપવા માટે સિંહ આવી ગયો છે, અને લગ્નના ફેરાના સમયે સિંહ ત્યાંથી પસાર થાય છે, સૌ કોઈ લગ્ન છોડીને સિંહને જોવા માટે લાગી ગયા હતા.

[[$alsoread]]

 

  • Follow us on: