ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે છે અને તેમણે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યુ છે,હર્ષ સંઘવીનું કહેવું છે કે,ગત ચોમાસામાં પૂરનો સામનો કરવો પડયો હતો અને ભાજપે વચન આપ્યું હતુ તે વિશ્વામિત્રી પ્રોજેકટને લઈ કામગીરી કરાશે ત્યારે ચોમાસા પહેલા વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ થશે અને 24 કિલોમીટરની નદીની સફાઈ હાથ ધરાઈ છે,100 દિવસમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું વિચાર્યું આ વાત હર્ષ સંઘવીએ કરી છે.


[[$googlead]]

વડોદરામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની સમીક્ષા બેઠક

વડોદરામાં હર્ષ સંઘવીએ અધિકારીઓ, પદાધિકારીઓ,ધારાસભ્યો સાથે બેઠક કરી હતી અને વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અંતર્ગત સમીક્ષા બેઠક કરાઈ હતી,સમીક્ષા બેઠક બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે તેમાં તેમનું કહેવુ છે કે,ઝડપથી અને ધાર્યા કરતા વધુ સારી કામગીરી ચાલુ છે,મનપા સિવાય 25 કિમી વિસ્તારમાં પણ કામગીરી કરાઈ છે,ઇરીગેશન ડિપાર્ટમેન્ટે 32 ટકા કામગીરી કરી છે,ટાર્ગેટ પહેલા કામ પૂર્ણ કરવાની તૈયારીઓ છે, પ્રોજેક્ટ પૂર્ણ થતા જ પાણીની કેરિંગ કેપેસીટી વધશે અને આટલી ઝડપી કામગીરી કરનાર વડોદરા રાજ્યમાં પ્રથમ વખત થઈ છે.

[[$alsoread]]

  • Follow us on: