મહેસાણા જિલ્લાના ઐતિહાસિક વડનગરમાં ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરે ત્રિદિવસીય મહોત્સવ નું આયોજન કરાયું હતું.શિવ પંચયાત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અનાવરણ કરવામાં આવ્યું હતું.


[[$googlead]]

વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિરે સુવર્ણ શિખર

1.400 કિલોગ્રામ સોના માંથી બનાવેલા સુવર્ણ શિખરના અનાવરણની સાથે મુખ્યમંત્રીએ 5.50 કરોડના ખર્ચે બનાવેલા લાઈટ એન્ડ લેસર શો અને યજ્ઞ શાળાનું પણ વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિરમાં લોકાર્પણ કર્યું હતું.આમ,ઐતિહાસિક વડનગરમાં વિકાસના વધુ કામોમાં વધારો થયો છે અને હાટકેશ્વર મહાદેવ મંદિરને સુવર્ણ જડિત કરવાનું આયોજન કર્યું હોવાનું હાટકેશ્વર મંદિરના ચેરમેને નિવેદન કર્યું છે.

[[$alsoread]]

લાઈટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કર્યો

રાજસ્થાનના ધોલપુરના પથ્થરથી બનાવવામાં આવેલી આ યજ્ઞશાળામાં સિમેન્ટ અને કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ભવિષ્યમાં અહીં હવન અને યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ગુજરાત સરકારે અંબાજી અને મોઢેરા સૂર્યમંદિર બાદ હવે વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે રૂ. 5.5 કરોડના ખર્ચે લાઈટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કર્યો છે. આ શોમાં વડનગરનો ઇતિહાસ અને હાટકેશ્વર દાદાના પ્રાગટ્યની કથા રજૂ કરવામાં આવી છે.

  • Follow us on: