કચ્છમાં કેબલ ચોરીકાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે,જેમા હેડ કોન્સ્ટેબલ પ્રવીણ પંડ્યાની સંડોવણી ખુલી છે,પોલીસ સ્ટેશનમાંથી કેબલ ચોરી કર્યાનું આરોપી કોન્સ્ટેબલે કબૂલ્યું છે,સાથીદાર વરૂણ પંડયાની પણ પોલીસે ધકરપકડ કરી છે,જખૌ પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા છે.બંન્ને આરોપીએ મુદામાલ રૂમ માંથી 45,000 ના કેબલની ચોરીને અંજામ આપ્યો હતો.


[[$googlead]]

પોલીસે કરી કેબલની ચોરી

જખૌ પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાંથી રૂપિયા 45 હજારનો વાયર ચોરી કરવા મામલે પોલીસે અબડાસા તાલુકાના ગઢવાડા ગામના આરોપી વરૂણ ઉર્ફે હીરો કાનજી ગોરડીયાને ઝડપી લીધો છે. જેની પૂછપરછમાં પોલીસ કર્મીની સંડોવણી સામે આવી હતી જેથી અગાઉ જખૌ પોલીસમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલે ભુજ એ ડિવિઝન પોલીસમાં એકાઉન્ટ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા પ્રવીણ પંડ્યાની ધરપકડ કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.

[[$alsoread]]

પહેલા અજાણ્યા તસ્કર સામે પોલીસે ફરિયાદ નોંધી હતી

આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો કચ્છના જખૌમાં મુદ્દામાલ પોલીસે રૂમમાં રાખ્યો હતો અને તે સમય દરમિયાન રૂમ ખુલ્લો હતો અને કોઈ શખ્સ પોલીસ સ્ટેશનમાં પ્રવેશીને મુદ્દામાલની ચોરી કરીને જતો રહ્યો છે તેવી વાત સામે આવી હતી,ત્યારે પોલીસને પણ પછીથી ખબર પડી કે મુદ્દામાલની ચોરી કરનાર તો તે જ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ છે,પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે,પોલીસે સીસીટીવીના આધારે આરોપી સુધી પહોંચવાની કવાયત કરી હતી.

  • Follow us on: