ગુજરાત હાઇકોર્ટમાં ગીર સોમનાથમાં મેગા ડિમોલિશન મુદ્દે સુનાવણી પૂર્ણ થઈ છે. જેમાં અરજદારે અરજીમાં કરેલા આક્ષેપ પર સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. મેગા ડિમોલિશન મુદ્દે સરકારે HCમાં જવાબ આપ્યો છે. સરકારે કહ્યું કે, નિયમોમાં રહીને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે.


[[$googlead]]

સરકાર અને અરજદાર દ્વારા કોર્ટમાં રજૂઆત

આ સાથે જ સરકારે જણાવ્યું હતું કે, મન ફાવે તેવા ડિમોલિશન નથી કરવામાં આવ્યા. નિયમોમાં રહીને જ કાર્યવાહી કરવામાં આવી છે. સરકાર અને અરજદાર દ્વારા સામસામે કોર્ટમાં ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. આ સિવાય સરકારે જણાવ્યું કે, 2023થી આ ડિમોલિશનની કામગીરી ચાલી રહી હતી.

[[$alsoread]]

સોમનાથમાં દબાણ હટાવવામાં આવ્યું

પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિરની પાછળના ભાગમાં વહીવટીતંત્ર દ્વારા મેગા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે 9 મસ્જિદ તથા 45 પાક્કા મકાનોને તોડી પાડીને 320 કરોડની કિંમતની 102 એકર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ સિવાય દબાણ હટાવવાના ઓપરેશન દરમિયાન લોકોના ટોળા એકત્ર થઈ જતાં પોલીસ દ્વારા 135 લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી.

ડિમોલીશન દરમિયાન પાંચ કિમીના વિસ્તારમાં અવરજવર બંધ

આ મેગા ડિમોલિશન દરમિયાન સોમનાથમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા કલેક્ટર, રેન્જ આઇજી તથા જંગી પોલીસ કાફલો ઉપરાંત અન્ય વિભાગોના અધિકારીઓ, સ્ટાફ પણ હાજર રહ્યો હતો. ડિમોલીશન દરમિયાન પાંચ કિમીના વિસ્તારમાં અવરજવર બંધ કરી દેવામાં આવી હતી.

  • Follow us on: