અમરેલીના બગસરામાં પડેલા વરસાદથી ખેડૂતોની બેહાલ સ્થિતિ થઈ ગઈ છે,તમામ વાડીઓમાં મગફળીના પથારા તણાઈ ગયા છે.સાપર રોડની તમામ વાડીઓમાં મગફળીને નુકસાન થયું છે.લૂગહ્યા ગામ, જૂના જાનજરિયા ગામમાં વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાની વાત સામે આવી છે.મગફળીના પાકમાં વરસાદથી ભારે નુકસાની આવતા ખેડૂતોને માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો છે.તમામ ગામોમાં 2 થી 5 ઇંચ વરસાદ થતા પાકને નુકસાન થયું છે.
અમરેલી ઠેબી ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે.તેની વચ્ચે અમરેલીમાં સૌથી વધુ વરસાદ ગઈકાલે નોંધાયો છે જેના કારણે ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે.ઉપરવાસમાં વરસાદને પગલે ડેમના દરવાજા ખોલાયા છે અને પાણીને નદીમાં છોડવામાં આવી રહ્યું છે.ઠેબી ડેમના 4 દરવાજા 0.60 મીટર ખોલાયા છે જેને લઈ અમરેલી, પ્રતાપપુરા, ફતેપુરા, ચાપથળ ગામોને એલર્ટ કરાયા છે.
સરકાર ખેડૂતો માટે જાહેર કરી શકે છે સહાય
ગુજરાત સરકાર અતિવૃષ્ટિથી ખેતીમાં નુકસાન મુદ્દે હજી એક મોટો નિર્ણય લઈ શકે છે,દિવાળી પહેલા સહાય મુદ્દે લેવાઇ શકે છે મોટો નિર્ણય સરકારે 1000 કરોડનું રાહત પેકેજ જાહેર કરી શકે છે,અગાઉ સરકારે 350 કરોડના પેકેજની જાહેરાત કરી હતી પરંતુ પાછોતરા વરસાદથી ખેતીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને અનેક જિલ્લાઓમાંથી સહાય આપવા માગ ઉઠી છે જેને લઈ સહાય જાહેર કરી શકે તેવી શકયતાઓ છે.









