ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘો ધમાકેદાર બેટીંગ કરી રહ્યો છે,ત્યારે ગિરનાર ઉપર ધોધમાર વરસાદ વરસતા નયનરમ્ય દશ્યો સર્જાયા છે.સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું છે.અતિભારે વરસાદને કારણે જૂનાગઢ શહેર સહિત જિલ્લાના મોટાભાગના તાલુકામાં વરસાદ નોંધાયો છે.જૂનાગઢ જિલ્લાની ઓઝત સહિતની મોટી નદીઓ અને તાલુકાની સ્થાનિક નદીની સાથે નાના-મોટા તમામ જળાશયો વરસાદી પાણીમાં છલીને ઓવરફ્લો થતાં જોવા મળી રહ્યા છે. આણંદપુર સાપુર અને વંથલી વિયર ડેમ, બાંટવાનો ખારો, માળિયા નજીક આવેલ ભાખરવડ ડેમ અને મધુવંતી ડેમ સહિત તમામ નાના-મોટા જળાશયો અને સરોવરોની સાથે નદીઓ પણ વરસાદી પાણીથી ભરાઈને છલોછલ વહેતી જોવા મળે છે.









