ભાવનગરના તળાજામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે, અલંગ શિપયાર્ડ સહિત દરિયાકિનારે વાવાઝોડુ ફુકાયું છે. વીજળીના ચમકારા સાથે આકાશી કડાકા એ વાતાવરણને બિહામણું બનાવ્યું છે અને આંબા ઉપર બચેલી કેરીઓનો સત્યાનાશ વળ્યો છે અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ગત રાતથી વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો હોવાની વાત સામે આવી છે.


[[$googlead]]

ભાવનગર શહેરમાં ભેજનું પ્રમાણ વધુ છે

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ જે આજે વધીને 38.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે શહેરમાં 24 કલાક અગાઉ લઘુત્તમ ઉષ્ણતામાન 28.6 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 30.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા સમગ્ર ગુજરાતમાં ભાવનગર શહેરમાં રાતના સમયે સૌથી વધુ તાપમાન નોંધાયું હતુ. ભાવનગરશહેરમાં રાતે સામાન્ય તાપમાન હોય તેનાથી 3.2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ તાપમાન નોંધાયુ હતુ. 

[[$alsoread]]

  • Follow us on: