રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
રાજ્યના અલગ અલગ શહેરમા વરસાદની આગાહી
રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં 21 મે બાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. તમને જણાવી દઈએ કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ખેડૂતોએ ખેતરમાં વાવેલો પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે અને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો ડર તેમને સતાવી રહ્યો છે.









