મહારાજ ફિલ્મને લઈ ગુજરાત હાઇકોર્ટ રાહત આપવાનો ઈન્કાર કર્યો છે.આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની છે મહારાજ ફિલ્મ,મહારાજ ફિલ્મથી વૈષ્ણવ સમાજની લાગણી દુભાતી હોવાની કોર્ટમાં હતી રજૂઆત,તો ગુજરાત હાઈકોર્ટનું અવલોકન છે કે,ધાર્મિક આસ્થાઓને લાગણી પહોંચે તેવી ફિલ્મ રિલીઝ ન કરવી જોઈએ.એક હિંદુ જૂથની અરજીને પગલે હાઇ કોર્ટે આ સ્ટે આપ્યો છે.


સિદ્ધાર્થ પી મલ્હોત્રા દ્વારા નિર્દેશિત અને આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત આ ફિલ્મ આજે 14 જૂનના રોજ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી. નિર્માતાઓએ રિલીઝ માટે 18 જૂન સુધી રાહ જોવી પડશે. આ ફિલ્મ ગુરુવારે મીડિયા સમક્ષ પ્રદર્શિત કરવામાં આવી હતી પરંતુ હાલ ફિલ્મની ઓનલાઈન રિલીઝ રોકી દેવામાં આવી છે.


  • Follow us on: