આજે દેશભરમાં હોળીનો પર્વ છે. આજે અમદાવાદ શહેરમાં અનેક સોસાયટીઓ અને મંદિરોમાં વૈદિક હોળી યોજાશે, જેમાં મોટો શ્રેય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જશે. મનપા દ્વારા હવે ગોબરના છાણા અને સ્ટીક તૈયાર કરી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે 24,050 કિલો ગોબરમાંથી તૈયાર કરેલી 22,000 ગોબર સ્ટીક અને 18,500 નંગ ગોબરના છાણાં તૈયાર કરી તેનું 32 સોસાયટીમાં વેચાણ કરવામાં આવ્યું છે.


[[$googlead]]

58,000 રૂપિયાની આવક મનપાએ ઉભી કરી

ત્યારે 7 મંદિરમાં વિનામૂલ્યે આપવામાં આવ્યું છે જેથી વૈદિક હોળી થઈ શકે. 32 સોસાયટીઓ 2100 રૂપિયા ઘાસચારા પેટે ઓનલાઈન પેમેન્ટ લઈને તેમાંથી 58 હજારની આવક મનપાએ ઉભી કરી છે. શહેરમાં હવે રખડતા ઢોરને પકડવામાં આવે છે. તેને મનપા દાણીલીમડા અને બાકરોલ ખાતે બનાવવામાં આવેલી ગૌશાળા ખાતે રાખે છે અને તેમાં જે છાણ એકત્ર થાય તેમાંથી ગોબરના છાણાં અને સ્ટીક તૈયાર કરી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

[[$alsoread]]

  • Follow us on: