[[$googlead]]
IIM અમદાવાદનું વૈશ્વિક સ્તરે વિસ્તરણ થશે. હવે સંસ્થાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ સપ્ટેમ્બર 2025માં દુબઈમાં ખુલશે. આનાથી IIMA આંતરરાષ્ટ્રીય સ્તરે જનારી પ્રથમ ભારતીય મેનેજમેન્ટ સંસ્થા બનશે. દુબઈમાં આંતરરાષ્ટ્રીય કેમ્પસ સ્થાપિત કરાશે. આ કેમ્પસ દુબઈ ઈન્ટરનેશનલ એકેડેમિક સિટીમાં હશે. કેમ્પસની સ્થાપના માટે MOU પણ કરવામાં આવ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ કરારને મહત્વનો ગણાવ્યો છે અને સમગ્ર માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ કરારને મહત્વનો ગણાવ્યો
આ કરાર પર IIMAના ડિરેક્ટર પ્રોફેસર ભાસ્કર ભારત અને દુબઈના અર્થતંત્ર અને પર્યટન વિભાગના ડિરેક્ટર જનરલ હેલાલ સઈદ આલમરી વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ કરારને શિક્ષણ માટે એક ગર્વની ક્ષણ ગણાવી છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યુ છે. હવે ભારતની મેનેજમેન્ટ સંસ્થા વિદેશમાં પણ પોતાનો ડંકો વગાડશે અને વિદેશના વિદ્યાર્થીઓને પણ મેનેજમેન્ટના પાઠ શીખવા મળશે.









