અમદાવાદના જમાલપુરમાં ગેરકાયદે બાંધકામો તોડી પડાયા છે અને ગેરકાયદેસર બાંધકામો પર AMCનું બુલડોઝર ફરી વળ્યું છે. કાચની મસ્જિદ સામેના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. આ સાથે


[[$googlead]]

ઉર્દૂ શાળા નં.3, 4માં ગેરકાયદે બાંધકામ કરાયું હતું, તે પણ HCના નિર્ણય બાદ ગેરકાયદે બાંધકામ તોડી પડાયા છે.

એલિસબ્રીજ MLAએ આ અંગે પત્ર લખ્યો હતો

[[$alsoread]]

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા એલિસબ્રીજ MLAએ આ અંગે પત્ર લખ્યો હતો અને આ પત્ર બાદ મનપાએ તપાસ કરી અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે જમીન કોની છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. સ્કૂલની જમીન કાચની મસ્જિદ ટ્રસ્ટની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કાંચની મસ્જિદના ટ્રસ્ટીએ આ અંગે સેશન કોર્ટમાં દાવો પણ કર્યો છે. ટ્રસ્ટીએ કહ્યું કે મંજૂરી વગર બાંધકામ હતું એટલે દૂર કરાયું છે, જમીન મુદ્દે સેશન કોર્ટમાં કેસ ચાલે છે. અમે AMCને ભાડા પેટે જમીન આપેલી હતી. વર્ષ 2017થી અહીંયા આ દુકાનો હતી તેવી ટ્રસ્ટી કહી રહ્યા છે.


  • Follow us on: